મોરબીના સાપર ગામ નજીકથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આલ્ફાન્સો સિરામિકના કારખાના સામેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આલ્ફાન્સો સિરામિકના કારખાના સામે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૯૬૭ ના મુદ્દામાલ સાથે આરોપી કિશોરભાઈ બચુભાઈ બડોધરા (ઉ.વ.૨૯) રહે. જોગડ તા. હળવદવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.