Friday, January 17, 2025

મોરબીના લાતિપ્લોટમાં યુવક સહિત બે વ્યકિત પર એક શખ્સનો ધારીયા વડે હુમલો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના લાતિપ્લોટ મેઇન રોડ પર આરોપી સાથે અગાઉ બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી એક શખ્સે યુવક તથા તેનો મિત્ર બંને મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે આરોપી પોતાની ગાડી લઈને આવી તેમાંથી લોખંડનુ ધારીયું લઈ યુવકને તથા સાહેદ મિત્રને ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર ભારતપરા -01 માં રહેતા જુબેરભાઈ ઉર્ફે બબુડો મહેબુબભાઈ માયક (ઉ.વ.૨૫) એ આરોપી શાહરૂખ ઘાંચી રહે. મીલન પાર્ક વાવડી રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી સાથે અગાઉ સામુ જોવા બાબતે બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી ફરીયાદી તથા સાહેદ તેમ બન્ને જણા મોટરસાયકલ લઇને લાતી પ્લોટ મેઇન રોડ કાળુભાઇના ગેરેજ સામે પંહોચેલ તે વખતે સામેથી આરોપી પોતાના હવાલા વાળી સ્વીફટ ગાડી લઇ આવી તેમાથી લોખંડનુ ધારીયુ લઇ નીચે ઉતરી ફરીયાદી સાથે ગાળા ગાળી કરી તેમજ તેની પાસે રહેલ લોખંડના ધારીયા વતી ફરીયાદિને જમણા હાથના ખંભાના ભાગે ફેકચરની ગંભીર ઇજા પંહોચાડી તથા પીઠની પાછળના ભાગે મુંઢ ઇજા પંહોચાડી તથા સાહેદને ધારીયા વતી જમણા હાથે મુંઢ ઇજા પંહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર