મોરબીમાં આર્થિક સંકડામણથી કંટાળી આધેડે ઝેરી દવા ગટગટાવી
મોરબીના એલ.ઈ.કોલેજ રોડ પર આગ્નેશ્વર મહાદેવના મંદિર પાસે આર્થિક સંકડામણથી કંટાળી ઝેરી દવા પી લેતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના નવી પીપળી ધર્મગંગા સોસાયટીમાં રહેતા અભયભાઈ બાલાશંકર દવે (ઉ.વ.૪૮) ના પોતાના ધંધા વેપાર બરાબર ચાલતો ન હોય જેથી આર્થિક સંકડામણથી કંટાળી મોરબીના એલ.ઈ.કોલેજ રોડ પર આગ્નેશ્વર મહાદેવના મંદિર પાસે ઝેરી દવા પી જતા ઝેરી અસર થતા બેભાન હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.