Wednesday, January 15, 2025

મોરબી: ખાખરેચી પાંજરાપોળ ટ્રસ્ટને મકરસંક્રાંતિ નિમિત્તે રૂ.33 હજારનું દાન મળ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ખાખરેચી પાંજરાપોળમાં રહેલી આશરે ૧૦૦૦ ગૌમાતાના ઘાસચારા અને નિભાવ ખર્ચ માટે ખાખરેચી પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા શ્રી ચિત્રા હનુમાનજી મંદિર શનાળા રોડ મોરબી ખાતે સેવાકીય સ્ટોલ રાખવામાં આવ્યો હતો. જેમાં વટેમાર્ગુઓ દ્વારા મકરસંક્રાંતિ પર્વના પવિત્ર દિવસે ગૌમાતાના ઘાસચારા માટે દાન આપીને પુણ્યનું ભાથું બાંધી આશીર્વાદ લીધા હતા.

આ સેવાકીય પ્રોજેક્ટમાં ચિત્રા હનુમાનજી ધુન મંડળના સભ્યો ચંદ્રેશભાઇ અઘારા, સુનીલભાઈ પટેલ બીજા સેવાભાવી સભ્યો દિલીપભાઈ કૈલા ગણેશભાઈ કારોરીયા તથા પડસુબિયાભાઈ એ સવારના ૮:૩૦ વાગ્યા થી સાંજના ૪:૩૦ વાગ્યા સુધી સતત હાજરી આપી હતી.

આ સેવાકીય પ્રોજેક્ટમાં રાહદારીઓ દ્વારા કુલ ૩૩૦૦૦/- જેટલી રકમ દાન મળ્યું હતું મ. આ રકમનું કલેક્શન ખાખરેચી પાંજરાપોળના સેવાભાવી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું તેમ ચિત્રા હનુમાનજી ધુન મંડળના પ્રમુખ ટી. સી. ફુલતરિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર