ટંકારા તાલુકા તથા જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાધારણ સભા મળી
આ સભામાં ટંકારા તાલુકાના અનેક સંચાલકોની સર્વાનુમતે અલગ અલગ વરણી કરવામાં આવેલ તેવું પૂર્વ પ્રમુખ યોગેશભાઈ ઘેટિયા એ જણાવેલ છે
જેમાં રાજ્ય કારોબારી મેમ્બર તરીકે યોગેશભાઈ ઘેટિયા, ટંકારા તાલુકા પ્રમુખ તરીકે વિજયભાઈ ભાડજા, મંત્રી તરીકે દિલીપભાઈ બારૈયા તથા ઉપપ્રમુખ તરીકે અતુલભાઈ વામજા તેમજ જિલ્લા કારોબારીમાં ઉપપ્રમુખ તરીકે બળદેવભાઈ સરસાવડિયા, સંગઠન મંત્રી તરીકે રવિનભાઈ કલોલા અને સદસ્ય તરીકે કાર્તિકભાઈ પાંચોટીયાની વરણી થયેલ છે.
આ તકે પૂર્વ પ્રમુખ યોગેશભાઈ ઘેટિયા ટંકારા તાલુકાના સૌ સંચાલક નો તેના આઠ વર્ષ ના કાર્યકાળ દરમ્યાન જે સહકાર મળેલ તે બદલ આભાર પણ વ્યક્ત કરેલ હતો