Sunday, January 12, 2025

મોરબીમાં ફરી SMC ત્રાટકી; 750 લીટર દેશી દારૂ સાથે બે ઝડપાયાં 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લામાં વધી રહેલા ગુન્હા અટકાવવામાં સ્થાનીક પોલીસ પોહચી વળતી ન હોય જેથી જાણે SMC ને ઉચ્ચ અધિકારીઓએ છૂટો દોર આપી દિધો હોય તેમ જુદીજુદી જગ્યાએ રેઇડ કરી રહી છે ત્યારે અગાઉ કોલસા કૌભાંડ, દારૂના અડ્ડા પકડી પાડયા હતા ત્યારે ફરી એક વખત SMCએ રેઇડ કરી રંગપર ગામની સીમમાંથી ૭૫૦ લીટર દેશી દારૂ સાથે બે ઈસમોને ઝડપી પાડયા છે. જ્યારે અન્ય ઇસમોના નામ ખુલતા પોલીસે તેમને ફરાર જાહેર કરી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ SMC પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ મોરબી તાલુકાના રંગપર બેલા ગામની સીમમાં દરોડા પાડી દેશી દારૂનો અડ્ડો ઝડપી પાડયો હતો જેમાં દેશી દારૂ લિટર -૭૫૦ કિં રૂ. ૧,૫૦,૦૦૦ તથા મોબાઇલ ફોન -૦૩ કિં રૂ. ૧૦,૫૦૦ તથા રોકડ રકમ રૂ. ૧૫,૮૦૦ તથા એક આઇ -૨૦ ગાડી કિં રૂ. ૩,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૪,૭૬,૮૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી અકબરભાઈ કરીમભાઈ સમા (ઉ.વ.૪૭) તથા સાહીલભાઈ જાનમહંમદભાઈ ભટ્ટી (ઉ.વ.૨૦) રહે. બંને કાંતિનગર માળીયા ફાટક પાસે મોરબીવાળાને ઝડપી પાડી પૂછપરછ કરતા અન્ય ત્રણ ઈસમો અનવરભાઈ ઉર્ફે દડી હાજીભાઈ માલાણી રહે. માળીયા ફાટક પાસે કાંતિનગર મોરબી,તથા ઇમરાન રહે. મોરબી અને જીગ્નેશ ઉર્ફે ડાકુ કાળુભાઇ પંચાળા રહે. ઢેઢુકી તા. સાયલા જી. સુરેન્દ્રનગરવાળાનુ નામ ખુલતા તમાંમ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર