રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના એક વર્ષ નિમિતે ઘુંટું ગામે આજે ભવ્ય શોભાયાત્રા
મોરબી : અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતાં મોરબી તાલુકાના ઘુંટુ ગામે આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધર્મપ્રેમી લોકોને જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે.
રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતાં ઘુંટુ ગામ ખાતે બાપા સીતારામ ગૌશાળા ઢોલ ત્રાસા મંડળના આયોજન થકી અને ગામના સાથ સહકારથી આજે તા. ૧૧ ને શનિવારના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા રાત્રે ૯ વાગ્યે જૂના ગામના ઝાંપેથી પ્રસ્થાન થશે અને ગામમાં ફરીને રાત્રે ૧૨ વાગ્યે પૂર્ણ થશે ત્યારબાદ રામજી મંદિર ખાતે રામ દરબારની પૂજા થશે જેથી આ શોભાયાત્રામાં જોડાવવા સર્વે ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે..