મોરબી જિલ્લાના સાત પીઆઈ અને ત્રણ પીએસઆઇની આંતરિક બદલી કરાઈ
મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લા પોલીસના સાત પીઆઈ અને ત્રણ પીએસઆઇની આંતરિક બદલી કરાઈ છે જેમાં એ ડિવિઝન પીઆઈ એચ. એ.જાડેજા ની વાંકાનેર સિટી,મોરબી તાલુકા પીઆઈ એન.આર.મકવાણા ની એસઓજી, સાયબર ક્રાઇમ પીઆઈ આર એસ પટેલની મોરબી સિટી એ ડિવિઝન,વાંકાનેર સિટી પીઆઈ એચ. એ.ઘેલા ની ટ્રાફિક શાખા,ટ્રાફિક શાખા પીઆઈ કે.એમ. છાસીયા ની ટંકારા, લીવ રિઝર્વમાં રહેલા પીઆઈ આર.સી.ગોહિલ ની માળીયા મિયાણા અને લીવ રિઝર્વમાં રહેલા એસ.કે.ચારેલની મોરબી તાલુકા પોલીસ મથક ખાતે બદલી કરવામાં આવી છે.
ત્રણ પીએસઆઈને SIT ટીમ માં ફરજ સોંપવામાં આવી છે જેમાં એલસીબી માં ફરજ બજાવતા બી. ડી.ભટ્ટ, એસઓજી માં ફરજ બજાવતા એમ.એસ.અન્સારી અને મોરબી સિટી એ ડિવિઝન માં ફરજ બજાવતા જે.સી.ગોહિલને SIT ટીમમાં ફરજ સોંપવામાં આવી છે.