Saturday, January 11, 2025

મોરબીની બિલિયા શાળામાં મુંબઈ નિવાસી મહેન્દ્રભાઈ મહેતાએ પુસ્તકાલય માટે દાન અર્પણ કર્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: જનની જન્મભૂમિ સર્વગાદ અપી ગરિયસી, જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.માણસ ભલે ગમે તેવડો મોટો થઈ જાય, ભલે પોતાની જન્મભૂમિ દૂર જાય પણ ક્યારેય પોતાની માતૃભૂમિ ભૂલી શકતો નથી,વતનની માટીને હર હંમેશ યાદ રાખે છે.

એમ મોરબીના બિલિયા ગામના વતની અને હાલ મુંબઈ નિવાસી મહેન્દ્રભાઈ મહેતા બિલિયા પ્રાથમિક શાળામાં મૂલાકાતે આવેલ હતા.શાળાની કામગીરીથી ખુશ થઈ વિદ્યાર્થીઓ ઈતર વાંચન કરતા થાય,એ માટે શાળા પુસ્તકાલયને સમૃદ્ધ બનાવવા પાંચ હજાર રૂપિયા અર્પણ કરી પોતે જે શાળામાં અભ્યાસ કરતા હતા એ શાળા માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે ધનરાશી અર્પણ કરી વતન અને શાળા પ્રત્યેની પોતાની લાગણી પ્રદર્શિત કરી હતી અને પોતાના પરિવાર સાથે શાળાના તમામ શિક્ષકો સાથે વિચારગોષ્ઠી કરી હતી.આવી બાળ કલ્યાણ અને શાળા માટેની પ્રવૃત્તિ ને શાળાના આચાર્ય અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મંત્રી કિરણભાઈ કાચરોલાએ મહેન્દ્રભાઈ મહેતાનો આભાર પ્રકટ કર્યો હતો અને પુસ્તકથી સન્માન કર્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર