મોરબીના નાની વાવડી ગામ પાસે ફરી દિપડો જોવા મળ્યો; ખેડૂતોમાં ફફડાટ
મોરબી ગ્રામ્ય વિસ્તારમાં થોડા દિવસથી દિપડાએ ધામા નાખ્યા છે ત્યારે મોરબીના રાજપર ગામે આ દિપડાએ દેખાડો દિધો હતો ત્યારે ફરી એકવાર મોરબીના નાની વાવડી ગામે દિપડા જોવા મળ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાની વાવડી ગામે ખેત શ્રમિકે દિપડો જોયો હોવાની માહિતી મળી રહી છે. આ દિપડાએ નાની વાવડી ગામની સીમમાં રોજડાનું મારણ પણ કર્યું હોવાનું લોકો સ્થાનિકો પાસેથી જાણવા મળી રહ્યું છે. અને દિપડાના પગના નિશાનો પણ દેખાઈ આવતા હાલ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. દિપડાએ દેખાડો દેતા પહેલા તો ખેડૂતો ડરીને ભાગી ગયા હતા અને બાદમાં ગ્રામજનો અને વન વિભાગને જાણ કરવામા આવી હતી. ત્યારે ગ્રામજનોને વન વિભાગના કર્મચારીએ જણાવ્યું હતુ કે, હવે ફરી વાર દિપડો જોવા મળે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવી જેથી વન વિભાગ આ દિપડાને પકડવા માટે પ્રયાસ હાથ ધરશે.