મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિતે રાહતદરે ઉંધિયુ તથા બાસુંદીનુ વિતરણ કરાશે
જલારામ મંદિર ખાતે શુધ્ધ ઘી ના અડદીયા, બદામપાક, ગુંદરપાક, મમરા ના લાડું તથા વિવિધ પ્રકારની ચીકીનુ રાહતદરે વિતરણ અવિરત ચાલુ.
પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટેકાદેર શુધ્ધ તેલ માંથી બનેલ ઉંધિયા વિતરણનુ આયોજન કરવામા આવેલ છે.
જેમાં મોરબી જલારામ મંદિરના અડદીયા, બદામપાક, ગુંદરપાક બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવિણભાઈ રસોયા દ્વારા ઉંધિયુ બનાવવા માં આવશે તેમજ ડ્રાઈફ્રુટ થી ભરપુર બાસુંદીનુ વિતરણ કરવામાં આવશે. ઉંધિયુ પ્રતિકીલો રૂ.૨૦૦ ના ભાવે તેમજ બાસુંદી પ્રતિકીલો રૂ.૩૦૦ ના ભાવે ઉપલબ્ધ રહેશે. બંને વસ્તુઓ ૫૦૦ ગ્રામ પેકિંગમાં પણ ઉપલબ્ધ રહેશે. ઉંધિયુ તેમજ બાસુંદી વિતરણ તા.૧૪-૧- ૨૦૨૫ મંગળવાર મકરસંક્રાંતિ ના રોજ સવારે ૯ થી ૧૧ કલાક દરમિયાન શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ પ્રાર્થના મંદિર ખાતે થી થશે. ઉંધિયુ તથા બાસુંદી મેળવવા એડવાન્સ બુકિંગ માટે શ્રી જલારામ પ્રાર્થના મંદિર-અયોધ્યાપુરી રોડ નો સંપર્ક કરવા સંસ્થા ના અગ્રણી ભાવીનભાઈ ઘેલાણી તથા ચિરાગભાઈ રાચ્છે યાદી મા જણાવ્યુ છે.
નોંધઃ- મર્યાદીત જથ્થામાં જ ઉંધિયુ તેમજ બાસુંદીનું વિતરણ કરવાનું હોય વહેલી તકે બુકીંગ કરાવવુ આવશ્યક છે.
શુધ્ધ ઘી ના ડ્રાઈફ્રુટ થી ભરપુર અડદીયા, બદામપાક, ગુંદરપાક તથા વિવિધ પ્રકારની ચીકી, મમરાના લાડું સહીતની વસ્તુઓ મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી.