મોરબીના રફાળેશ્વર ગામની ચોકડી નજીકથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની ચોકડી પાસે આવેલ ભુદેવ પાનની સામે આવેલ ખુલ્લી જગ્યામાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના પાનેલી રોડ પર મચ્છુનગર મફતીયાપરામા રહેતા લલીતભાઈ દેવશીભાઇ પરમાર (ઉ.વ.૩૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની ચોકડી પાસે આવેલ ભુદેવ પાનની સામે આવેલ ખુલ્લી જગ્યામાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ફરીયાદીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૨૩-એલ-૬૧૭૨ જેની કિંમત રૂ. ૧૬,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.