ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ: સહિદ જવાનના પરિવારને સમસ્ત શનાળા ગામ દ્વારા 50 હજાર રૂપિયાનું અનુદાન અર્પણ
ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામના આર્મી જવાન પરેશકુમાર સારેસાનું શારીરિક બીમારી સબબ અમદાવાદ આર્મી હોસ્પીટલમાં અવસાન થયું છે. હાલ તેઓ જમ્મુના ઉધમપુરના આર્મી કેમ્પ ખાતે હવલદાર પોસ્ટ પર ફરજ બજાવી રહ્યા હતા.
આર્મી જવાનનુ મૃત્યુ નિપજતા પરિવાર પર સંકટનો વાદળ ઘેરાયા છે ત્યારે સહિદ પરીવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે મોરબીના શનાળા ગામે ઉત્તમ દાખલો બેસાડ્યો છે
સમસ્ત શનાળા ગામના યુવાનો દ્વારા સહિદ જવાનના પરિવાર માટે ફાળો એકત્ર કરી રૂ.૫૦,૦૦૦ રૂપિયાનું રોકડ અનુદાન સહિદ પરીવારને અર્પણ કરવામાં આવેલ હતું