મોરબીના સિપાઈવાસમા પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો
મોરબીના સીપાઈવાસમા પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના સિપાઈવાસમા રહેતા આરોપી અનવરભાઇ હાજીભાઈ વડગામા (ઉ.વ.૧૯) એ પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકી નંગ -૨૯ કિં.રૂ. ૧૮૮૫૦ નો મુદ્દામાલ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ હોય અને કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતા આરોપીને પોલીસે ઝડપી પાડી પુછપરછ કરતા ચાઇનીઝ દોરી આરોપી વિપુલભાઈ હસમુખભાઈ હિરાણી રહે. સાવસર પ્લોટ શેરી નં -૦૩ મોરબીવાળા પાસેથી ખરીદી હોવાનું ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.