મોરબીના ઘુંટુ રોડ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા નબળુ કામ થતુ હોવાની કલેકટરને રજૂઆત
મોરબીના ઘુંટુ ગામે રોડનું કામ છેલ્લા એક મહિનાથી થયેલ છે જેમાં મોટો ભુવો પડી જતાઆ કામ તાત્કાલિક રોકાવી ગુણવત્તાયુક્ત કામ કરાવવા ઘુંટુ ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી તાલુકાની ઘુંટુ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી તાલુકાના મોરબીથી હળવદ રોડ હાલે માંગ અને મકાન ડિપાટમેન્ટ સ્ટેટ તરફ થી બનાવવાનું કામ ચાલુ છે. જેમા હાલ બનાવવામાં આવેલ ગટરનું કામ ખુબજ નબળુ છે.
આ નબળા કામ અમારા ઘુંટુ ગામે આવેલ પરેચા પરીવારના મંદીર પાસેની જગ્યાપર આરસીસી કામ હાલ ૧ મહીના જેવો સમયથી થયેલ છે. તેમા મોટો ભુવો પડી ગયેલ છે.જો ભવિષ્યમા કોય જાન હાની થાય તો આનો જવાબ દારી કોની રહેશે જેથી આ કામ તાત્કાલીક રોકાવીને સારી ગુણવતા વાળુ કરવામાં આવે તેવી ઘુંટુ ગ્રામ પંચાયત દ્વારા માંગ કરવામાં આવી છે.