કાંતિભાઈ અમૃતિયા કહેતા હતા કે મોડો થશે પણ સારો થશે
કાંતિભાઈ અમૃતિયા એવું સમજે છે કે લોકો મુર્ખ છે પરંતુ હકીકતમાં એવું નથી કારણ કે હવે લોકોને સમજાય ગયું છે કે જ્યારે ટિકિટ આપવાની થશે ત્યારે સાચો પરચો આપીશું એટલે ધારાસભ્ય કંતિભાઈના હસવું ન આવે એવા જોક્સમાં પણ હસ્યે જ જાય છે.
મોરબી અને ગામડાને જોડતો અને મોરબીની ૩૦ ટાકા પબ્લિક જે રોડનો ઉપયોગ કરે છે તે રોડ એટલે પંચાસર રોડ જેની ધીમી અને લાલિયાવાડી કામગીરી બાબતે લોકોએ હલ્લાબોલ કરી હતી. ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ આવીને લાઈવ વિડિયો મૂકી મોડો થશે પણ સારો થશેનું સૂત્ર આપી લોકોને મૂર્ખ બનાવ્યાનો આત્મા સંતોષ મેળવ્યો હતો. જેના વિડિયો હજુ પણ બજારમાં ફરે છે જેના એક વર્ષ બાદ આજે એ રોડ ન તો સારો રહ્યો ના તો પૂરો થયો.
કાંતિભાઈ અમૃતિયાના ૩૦ વર્ષના કાર્યકાળ દરમ્યાન એક પણ એવું કામ નથી થયું કે જેને લોકો ભોગવી રહ્યા હોઈ, હાલ પંચાસર રોડ હોઈ, પીપળી રોડ હોય કે મહેન્દ્રનગર બ્રિજ હોય જ્યાં પણ કાંતિભાઈ અમૃતિયા જઈને વિડિયો બાજી કરે એ કામને પનોતી લાગી જાય છે.
કાંતિભાઈ અમૃતિયાની ૩ દિવસ મોરબી અને ૩ દિવસ ગાંધીનગર વાળી પોલિસી પણ લોકોના મગજમાં નથી બેસતી તો પણ સાણી જનતા હા એ હા કર્યા જાય છે જેની અંદર પક્ષ ગમે તે હોઈ પણ હવે આ ન જોઈના સૂર ફુકાવા લાગી ગયા છે.
મોરબીના બાળકોએ ગાર્ડન બગીચા કેવા હોઈ આજદિન સુધી જોયા નથી, ગંદકી ટ્રાફિક રખડતા ઢોર, ખુલી અને દુર્ગંધ મારતી ગટરને પોતાના રોજિંદા જીવનનું અંગ બનાવી લીધું છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કાયદો વ્યવસ્થા , ભ્રષ્ટાચાર , રોજીંદી કાર્યશૈલી હોઈ દરેકમાં મોરબી છેલ્લા નંબર પણ છે, ૬૦ હજારથી વધુની લીડ બાબતે જનતા પણ જાણે છે અને પક્ષના નેતાઓ પણ જાણે છે
મોરબી મહાનગરપાલિકા બન્યું અને નવા કમિશ્નર હજી ખૂર્ચીમાં ઠરી ઠામ નથી થયા ત્યાં ભ્રષ્ટાચારની ફરિયાદ આવવા લાગી, પંચાસર રોડ ઉપરના રહેવાસીઓ દ્વારા ફોટા પ્રૂફના પુરાવા સાથે ફરિયાદ કરી છે કે રોડ અધુરો છે અને બન્યો ત્યાં પણ મોટા ગાબડા પાડવા લાગ્યા છે.
જો કાંતિભાઈ અમૃતિયામાં ખરેખર નૈતિકતા હોય તો પંચાસરના રહિશો મહાનગરપાલિકામાં હલ્લાબોલ કરે તે પહેલાં તેને જાતે જઈને વાસ્તવિક્તા જાણી પ્રજાના સવાલના જવાબો આપવા જોઈએ.
અમે પણ કાંતિભાઈ અમૃતિયાને બિરદાવવા માગીએ છીએ પરંતુ ૩૦ વર્ષના કાર્યકાળમાં એક એવું કામ જે લોક હિતમાં હાલ વપરાશમાં હોઈ તો અમે પણ વિડિયો સાથે એ સમચાર પ્રસિદ્ધ કરીશુ.