Wednesday, January 8, 2025

ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરતી મોરબી પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લામાં હાઈવે ઉપર રોંગ સાઈડમાં ચાલતા વાહનો વિરુદ્ધ ડ્રાઈવ યોજી મોરબી જીલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે વાહન ચેકિંગ ડ્રાઇવ રાખવા આવેલ જેથી મોરબી જીલ્લામાં તા.૦૨/૦૧/૨૦૨૫ થી તા.૦૩/૦૧/૨૦૨૫ સુધી “વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખેલ અને આ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોંગ સાઇડ ચાલતા વાહનો તથા ડાર્ક ફીલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો વિરૂધ્ધ કડક કાર્યવાહી તેમજ ટ્રાફિક ભંગ કરતા વાહનોના તેવા વાહનો ચાલકો સામે કડક કાર્યવાહી કરવા અંગેની ડ્રાઇવ રાખવામાં આવેલ અને આ ડ્રાઇવ દરમ્યાન સઘન વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્રારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

આ સરપ્રાઇઝ વાહન ચેકિંગ ડ્રાઇવમાં કુલ-૧૦૨૮ વાહનો ચેક કરવામાં આવેલ, ફોર વ્હીલરમાં બ્લેક ફીલ્મ લગાડેલ વાહન ચાલકો સામે કુલ કેશ-૧૭, નંબર પ્લેટ વગરના તથા ફેન્સી તુટેલી નંબર પ્લેટ ના કેશો વાહન ચાલકો સામે કુલ કેશ-૫૭ કેશો, રોંગ સાઇડ/વધુ ગતીથી ચલાવતા વાહનો વિરૂધ્ધ કુલ-૨૬ કેસ, અડચણ રૂપ પાર્ક કરેલ વાહનો વિરૂધ્ધ કુલ-૧૧ ગુના રજીસ્ટર કરવામાં આવેલ, ફૂંક એન્ડ ડ્રાઇવ (નશો કરી વાહન ચલાવતા) વાહન ચાલક વિરૂધ્ધ કુલ ૦૨ ગુના રજીસ્ટર કરવામાં આવેલ, ઉપરોકત સરપ્રાઇઝ ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન કુલ-રૂ-૧,૭૨,૪૦૦/- દંડ વસુલ કરવામાં આવેલ છે.

તેમજ આગામી સમયમાં પણ ઉપરોકત ટ્રાફિક નિયમોનોનુ પાલન કરાવવા માટે તેમજ મોરબી જીલ્લાના લોકોની સલામતી અને જીલ્લામાં શાંતીનો માહોલ જળવાઈ રહે તેમજ મોરબી જીલ્લામાં ટ્રાફિક વ્યવસ્થા અને ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા તેમજ મોરબી શહેરમાં વન-વે રોડ, એક-બેકી પાર્કિંગ વ્યવસ્થા તેમજ સમયાંતરે પ્રસિધ્ધ કરવામાં આવતા જાહેરનામાઓનું લોકો પાલન કરે તેની અપીલ કરવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર