જે રીતે કોરોના પોઝિટિવ કેસો અને મોતના આંકડાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વ્યાપારી મંડળ દ્વારા સ્વૈચ્છિક બંધ પાળવાનો નિર્ણય કરાયો હતો જેમાં સાંજના 05:00 વાગ્યાથી સવારના 06:00 વાગ્યા સુધી સ્વૈચ્છિક બંધ પાળવાનો નિર્ણય કરાયો હતો જે બાદ નિર્ણયના બીજા જ દિવસે અમલવારીમાં વ્યાપારીઓ દ્વારા મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ઉપલેટા શહેરની જૂની કટલેરી બજાર સંપૂર્ણ ખુલી જોવા મળી હતી જ્યારે નવી કટલેરી બજારમાં અમુક શોપિંગ કોમ્પલેક્ષ સંપૂર્ણ પણે બંધમાં સહયોગ આપતા જોવા મળ્યા હતા અને પોતાની દુકાનો સ્વૈચ્છિક બંધ કરી હતી તો આ સાથે જ ઉપલેટા ભાદર ચોક સંપૂર્ણ બંધ જોવા મળ્યો હતો અને રાજમાર્ગ પર પણ વ્યાપારીઓનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. સ્વૈચ્છિક બંધ ની વાતને લઈને શહેરમાં લોકો પણ નહિવત પ્રમાણમાં જોવા મળ્યા હતા એટલે કે લોકો બજારોમાં દેખાય ન હતા અને લોકોની પણ બપોર બાદ ઓછી ચહલ પહલ જોવા મળી હતી ત્યારે ઉપલેટામાં બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો ત્યારે બેજવાબદારી રીતે ફરતા લોકોને અપીલ કરાઇ હતી કે બિન જરૂરી કામ વગર નહી નીકળવું તેમજ વધતા જતા કોરોના કેસોને પગલે કાળજી રાખી અને કોરોના વાયરસની ચેનને રોકવા સહયોગ આપવા વિનંતી કરી હતી.