મોરબી શહેર અને જીલ્લામાં આધારકાર્ડ સુધારા વધારાની કામગીરી ચાલી રહી છે ત્યારે મોરબીના સુપર માર્કેટમાં ઉઘાડી લુંટ ચલાવનાર પુર્વ શિક્ષક અને કાયદા સલાકાર વિજય સરડવાએ પોસ્ટમેનની કીટનો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજ બનાવી છેડછાડ કરી ખરા તરીકે ઉપયોગ કરી ઠગાઈ કરાવાના ગુન્હામાં બે ઈસમોને ઝડપી પાડયા છે ત્યારે આરોપી વિજય સરડવાની પીપળી ચાર રસ્તા પાસે વધુ એક બ્રાન્ચ સામે આવી છે જેમાં પણ આરોપી દ્વારા આ પ્રકારની કામગીરી કરી ઉઘાડી લુંટ ચલાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મોરબી શહેર અને જિલ્લામાં આધારકાર્ડમા સુધારા વધારાની કામગીરી ચાલી રહી છે તંત્રની બેદરકારીના કારણે લોકોને આધારકાર્ડ નવું કઢાવવામાં તેમજ સુધારા વધારા કરવામાં વાર લાગે છે જેના કારણે લોકો પ્રાઈવેટનો સહારો લેતા થય ગયા છે જ્યાં ઉઘાડી લુંટ ચલાવવામાં આવતી હોય છે ત્યારે મોરબીના સુપર માર્કેટમાં આવેલ ઓનેસ્ટ ઓનલાઇન સેન્ટરના સંચાલક વિજય સરડવાએ પોસ્ટમેનની આધારકાર્ડ કિટનો ઉપયોગ કરી આધારકાર્ડનો ડેટાનો એક્સેસ લઈને ખોટા દસ્તાવેજો બનાવી છેડછાડ કરી ખરા તરીકે ઉપયોગ કરી ઠગાઈ કર્યાની ફરીયાદ નોંધાતા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે ત્યારે આરોપી વિજય સરડવાની માળીયા હાઈવે પર પીપળીયા ચાર રસ્તા મંગલમ હોસ્પિટલની બાજુમાં બજરંગ હાર્ડવેર ઉપર અન્ય એક બાલાજી ઓનલાઇન ઝેરોક્ષ નામની બ્રાન્ચ આવેલી છે ત્યાં પણ આધારકાર્ડને લગતી તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી હતી. જેથી ત્યાં પણ આરોપીએ કેટલાક અરજદારો સાથે ઠગાઈ કરી ઉઘાડી લુંટ ચલાવી હશે તો શું પોલીસ દ્વારા આ અન્ય બ્રાન્ચની તપાસ કરવામાં આવશે કે નહી તે જોવું રહ્યું.
મોરબીમાં આધારકાર્ડનુ બનાવટી બાયોમેટ્રિક કરી સરકાર દ્વારા નીર્ધારીત કરેલ રૂપિયા કરતા વધું રૂપિયા અરજદારો પાસેથી પડાવનાર ખાનગી સેન્ટરના સંચાલક આરોપી વિજય સરડવાના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
તેમજ મોરબીમા સુપર માર્કેટ ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરમાં જે કોઇ વ્યકિતઓએ આધારકાર્ડના સરકાર દ્વારા નિયત કરેલા રૂપિયા થી વધુ રૂપિયા ચુકવેલા હોય તેમજ ઓનેસ્ટ ઓનલાઇન સેન્ટરમાં આધારકાર્ડને લગતી કોઈપણ કામગીરી કરાવેલી હોય તેમણે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે. તો શું પોલીસ દ્વારા આરોપી વિજય સરડવાની પીપળી ચાર રસ્તા પાસે આવેલા અન્ય બ્રાન્ચ બાલાજી ઓનલાઇન ઝેરોક્ષની પણ તપાસ કરવામાં આવશે કે નહી અને શું ત્યાં આધારકાર્ડને લગતી કામગીરી કરાવી ગયેલ અરજદારોને નિયત કરેલ રૂપિયા કરતા વધું ચુકવેલ હોય તેમની માહિતી મંગાવવામાં આવશે કે નહી તે જોવું રહ્યું.
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન 2025 ચાલી રહ્યુ છે. જે અંતર્ગત સામાજીક, સેવાભાવી સંસ્થાઓ, સમાજ હિતચીંતકો અને આમ દેશવાશીઓમાં પણ ટીબી મુક્ત ભારત અને સ્વસ્થ ભારતની ભાવના જોવા મળી રહી છે. અને ટીબીના દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ સાથે તેમને મદદરૂપ થઇ રહ્યા છે.
ત્યારે અનેક સેવાકાર્યો કરવા માટે જાણીતી મોરબી સ્થિત...
હથીયારનુ લાયસન્સ લેવા માંગતા પાટીદાર સમાજના લોકોએ પુરાવા રજુ કરવા કલેક્ટરે દ્વારા લેખિતમા જણાવયુ
મોરબીમાં પાટીદાર સમાજના યુવાનો અને દિકરીઓ સલામત ન હોય જેથી પાટીદાર યુવા સંઘ દ્વારા મનોજભાઇ પનારાની આગેવાનીમા ૧૫૦૦ થી ૨૦૦૦ પાટીદાર યુવાનો દ્વારા તા. ૨૮-૧૧-૨૦૨૪ ના રોજ હથીયાર પરવાનગી આપવા બાબતે મોરબી જીલ્લા કલેકટરને લેખિત અરજી...