મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીમાં રસ્તે રખડતા, નિરાધાર નંદીઓ માટે “કર્તવ્ય નંદી ઘર” બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વિશાળ કર્તવ્ય નંદી ઘર માટે જમીન લેવાના ખર્ચ માટે હાલ ભંડોળ એકત્ર કરવામાં આવી રહ્યું છે.
ત્યારે જામ દુધઇ ગામની લાઈફ લાઈન વિદ્યાલય દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં વિદ્યાલય દ્વારા દર વર્ષે સ્પર્ધાનું આયોજન કરીને દાન ભેગું કરી સંસ્થાને આપી બાળકોમાં પણ કંઈ રીતે સંસ્થા બનાવી તેની માહિતી પણ મળી રહેશે. ત્યારે બાળકોને સામાજિક સંસ્થાના સ્થાપનાથી લઈને લોકોને સંસ્થામાં જોડી લોક ઉપયોગી તથા સમાજ ઉપયોગી કામ કરવા વિશેની કર્તવ્ય જીવદયા કેન્દ્રના વિશુભાઈ પટેલ તથા ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી.
ત્યારબાદ લાઈફ લાઈન વિદ્યાલયના વિદ્યાર્થીઓને કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં કરવામાં આવતી અબોલ જીવોની સેવા વિશે તેમજ કર્તવ્ય નંદી ઘરના નિર્માણ માટે દાન આપવાની વાત કરતા જ વિદ્યાર્થીઓએ પોતાની પોકેટ મની તથા ફંડ એકત્રિત કરીને રૂ.27,000 જેટલી રકમ કર્તવ્ય નંદી ઘરના નિર્માણ માટે આપી હતી. ત્યારે બાળકોને આવા વિષય પર સમજ આપે તેવી સંચાલકોએ અપિલ કરી હતી. જેથી વિદ્યાર્થીઓમાં મદદ કરવાની ભાવના જાગે તેમજ સંસ્થાની સ્થાપના અને તેમની સેવા વિશેની માહિતી પણ મળી રહે.
ઘડિયાળ - સિરામીક ઉદ્યોગ થકી વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવતો મોરબી જિલ્લો કૃષિ ક્ષેત્રે પણ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અદકેરૂ સ્થાન ધરાવે છે.
બાગાયતી કૃષિમાં દાડમના વાવેતર અને ઉત્પાદનમાં મોરબી જિલ્લો સૌરાષ્ટ્રમાં પ્રથમ જ્યારે સમગ્ર રાજ્યમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. જિલ્લાના અંદાજિત ૨૫૦૦ ખેડૂતો દાડમની ખેતી કરે છે, જેમાંથી ૨૦૦૦...
દરેક જિલ્લા કાર્યાલયો ઉપર ફોર્મ ભરાયા બાદ નિરીક્ષકો લેશે સેન્સ
ભારતીય જનતા પાર્ટીએ બૂથ કમિટીઓ અને મંડલ પ્રમુખોની જાહેરાત કરી દીધા પછી હવે ૩ જાન્યુઆરીથી ૯ મહાનગરો અને ૩૩ જિલ્લાના પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે. જિલ્લા અને મહાનગરો માટે ભાજપે અગાઉથી જ ૬૦ વર્ષની વયમર્યાદા નિયત કરી છે. ૫૦ ટકા...