Sunday, January 5, 2025

સમગ્ર રાજ્યમાં પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયા: 1532 પત્રકારોની સ્વાસ્થ્ય ચકાસણી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારતમાં પ્રેસ-મીડિયાને લોકશાહીની ચોથી જાગીર માનવામાં આવે છે. શિયાળો,, ઉનાળો હોય કે પછી ચોમાસું, પત્રકારો હરહંમેશ સમાચરો માટે દોડતા રહેતા હોય છે. દેશમાં લોકશાહીને જાળવી રાખવા માટે તટસ્થ -સચોટ માહિતી નાગરિકો સુધી પહોંચાડવાનું નેક કામ પત્રકારો કરે છે. એક સ્વસ્થ અને તંદુરસ્ત પત્રકાર સમાજને જાગૃત રાખવાનું કામ કરે છે ત્યારે તેમની સ્વાસ્થ્ય મહત્તા સમજીને રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા મીડિયા સંકલનની સાથે સાથે પત્રકારોને પૂરતું મહત્વ અને પત્રકારોને વીમા કવચ સહિતની વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

ગુજરાતના પત્રકારોનું સ્વાસ્થ્ય નિરંતર જળવાઈ રહે તે માટે માહિતી અને પ્રસારણ વિભાગ તેમજ ગુજરાત રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં પત્રકારો/મીડિયા કર્મીઓ માટે “ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા” અભિયાન તાજેતરમાં હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અભિયાનનો ૧૫ ઓક્ટોબરે અમદવાદથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રી તેમજ માહિતી – પ્રસારણ વિભાગના સચિવ અવંતિકાસિંહ તેમજ માહિતી નિયામક કે. એલ. બચાણીના માર્ગદર્શન હેઠળ ગત તા. ૧૫ ઓક્ટોબરથી તા. ૧૯ ડિસેમ્બર દરમિયાન ગુજરાતના તમામ જિલ્લા મથકો ખાતે જિલ્લા માહિતી કચેરીઓ દ્વારા પત્રકાર/મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અભિયાન હેઠળ યોજાયેલા હેલ્થ ચેકઅપ કેમ્પમાં રાજ્યના કુલ ૧,૫૩૨ જેટલા પત્રકારો/મીડિયા કર્મીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

આ હેલ્થ ચેકઅપ દરમિયાન પત્રકાર/મીડિયા કર્મીઓનું મુખ્યત્વે બ્લડ ટેસ્ટ, એક્સરે અને ઇસીજી સહિતના વિવિધ સામાન્ય ટેસ્ટ નિ:શુલ્ક કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિટામીન D, વિટામીન B12, કોલેસ્ટ્રોલ, થાઈરોઈડ અને ડાયાબીટીસ સહિતના વિવિધ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. તેમજ પત્રકારોના હિતાર્થે યોજાયેલા આ અભિયાનમાં સહયોગ આપવા બદલ માહિતી અને પ્રસારણ વિભાગે રેડક્રોસ સોસાયટીની સંપૂર્ણ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર