મોરબીના ધરમપુર ગામ નજીક અલ્ટો કારમાંથી 30 બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાયાં
મોરબી તાલુકાના ધરમપુર ગામ પાસે આવેલ નલાઆ પાસે ઝાલા પરીવારના સુરાપુરા સામે રોડ ઉપર અલ્ટો કારમાંથી 30 બોટલ વિદેશી દારૂ સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના ધરમપુર ગામ પાસે આવેલ નલાઆ પાસે ઝાલા પરીવારના સુરાપુરા સામે રોડ ઉપર અલ્ટો કાર રજીસ્ટર નંબર -જીજે-03-સી.આર-2759 વાળીમાથી વિદેશી દારૂની બોટલ નંગ -30 કિં રૂ. 33,210 તથા કાર કિં રૂ. 50,000 મળી કુલ કિં રૂ. 83210 ના મુદ્દામાલ સાથે આરોપી અકીંત અરૂણભાઇ રાઠોડ (ઉ.વ.૩૪) તથા વિરપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉ.વ.૨૧) રહે. બંને હાલ શ્રધ્ધાપાર્ક શેરી નં.૪ નવલખી રોડ મોરબીવાળાને પોલીસે ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ મયુર બટુકભાઈ વાઘેલા રહે. ધરમપુર રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી વાળાનુ નામ ખુલતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.