મોરબીની ઉમા વિદ્યા સંકુલ રજાના દિવસે પણ ચાલુ: શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાં
મોરબી: મોરબીના સામાકાંઠે આવેલ ઉમા વિદ્યા સંકુલે સરકાર દ્વારા કરેલ નાતાલની રજાનો અને સરકારના પરીપત્રો ઉલોળીયો કરી વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી સ્કૂલ ચાલુ રાખી હોવાની માહિતી સામે આવી છે ત્યારે શું મોરબી જીલ્લામાં શિક્ષણ અધિકારી તપાસ કરશે અને આ સ્કૂલ પર કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે પછી ઘીના ઠામમાં ઘી નાખીને વાત પુરી કરવામાં આવશે તે આવનાર દિવસોમાં જોવું રહ્યું.
સરકાર દ્વારા દર વર્ષે રજાઓ જાહેર કરવામાં આવતી હોય જે દિવસે શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવતું હોય છે તેમ છતા અમુક સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી પોતાની મનમાની ચલાવવામાં આવતી હોય છે. વિદ્યાર્થીઓ પર એક તરફ ભણતરનુ પ્રેસર ઘરેથી અને સ્કૂલેથી રહેતું હોય છે તેવામાં રજા મળતા વિદ્યાર્થીઓ હળવાશ અનુભવતા હોય છે પરંતુ અમુક સ્કૂલો દ્વારા રજાના દિવસે પણ વિદ્યાર્થીઓને બોલાવી સ્કૂલ ચાલુ રાખવામાં આવતી હોય છે અને સરકારના નિયમોનું ભંગ કરવામાં આવતું હોય છે તેવો જ કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર સરકાર દ્વારા નાતાલની રજા જાહેર કરવામાં આવી છે પરંતુ મોરબીના સામા કાંઠે આવેલ ઉમા વિદ્યા સંકુલમાં નાતાલની રજાનો અને સરકારના પરિપત્રનો ઉલાળીયો કરી રજાના દિવસે પણ સ્કૂલ ચાલુ રાખી હોવાની માહિતી સાંપડી રહી છે ત્યારે જોવું રહ્યું કે જો રજાના દિવસે સ્કૂલ ચાલુ ન રાખી શકાય છતા પણ રાખી હોવાથી શું મોરબી જિલ્લામાં શિક્ષણ અધિકારી તપાસ કરશે કે પછી ઘીના ઠામમાં ઘી નાખીને વાત પૂરી કરશે તે આવનાર સમયમાં જોવું રહ્યું.