મોરબીની વાવડી ચોકડી થી નવલખી ચોકડીના બ્રીજ પરની સ્ટ્રીટ લાઇટો શોભાના ગાંઠિયા સમાન
મોરબી: મોરબી નગરપાલિકા ટુક સમયમાં મહાનગરપાલિકા બનવા જઈ રહી છે પરંતુ હજું સુધી પ્રજાને પ્રાથમિક સુવીધાઓ આપી શકી નથી ત્યારે મોરબીની વાવડી ચોકડી થી નવલખી ચોકડીના બ્રીજ પર લગાવેલ સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તાત્કાલિક આ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા માંગ ઉઠી છ.
મોરબી નગરપાલિકા સૌરાષ્ટ્રની સૌથી મોટી નગરપાલિકા છે અને થોડા જ દિવસોમાં મહાનગરપાલિકા બનવા જઈ રહી છે તેમ છતા મોરબી શહેરની ગ્રામ પંચાયત જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. પાલિકાના સત્તાધીશો દ્વારા જનતા પાસેથી પાણી વેરો, લાઈટ વેરો, સફાઇ વેરો વગેરે વેરાઓ તો સમયસર વસુલવામાં આવે છે પરંતુ પ્રજાને પ્રાથમિક સુવીધાઓ આપી શકતાં નથી. મોરબી શહેરમાં રોડ રસ્તાઓ તો બિસ્માર હાલતમાં જોવા મળે છે પરંતુ હદ ત્યારે થાય છે જ્યારે રોડ પર નાંખેલ સ્ટ્રીટ લાઈટો પણ બંધ હોય છે ત્યારે મોરબીની વાવડી ચોકડી થી નવલખી ચોકડીના બ્રીજ પર નાખેલ સ્ટ્રીટ લાઈટો શોભાના ગાંઠિયા સમાન નઝરે પડી રહી છે. તંત્રએ સ્ટ્રીટ લાઈટ તો નાખી દિધી પરંતુ ચાલું તો છે નહીં તેની જાળવણી તો કરવામાં નથી આવી રહી જેથી આ સ્ટ્રીટ લાઈટો બંધ થઈ ગઈ છે જેના કારણે રાત્રીના સમયે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બંધ સ્ટ્રીટ લાઈટોના કારણે અકસ્માતો પણ સર્જાય શકે છે જેથી મોરબીની પ્રજા દ્વારા આ સ્ટ્રીટ લાઈટો તાત્કાલિક ચાલું કરવાં માંગ ઉઠી છે.