મોરબીના રંગપર – જેતપર રોડ પર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત
મોરબી: રંગપર – જેતપર રોડ ઉપર લેમોરેક્ષ સીરામીક કારખાના સામે રોડ પર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું જેથી બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના નાની માટલી ગામે રહેતા દિનેશભાઇ હમીરભાઇ ઠુંગા (ઉ.વ.૨૫) એ આરોપી ટ્રક ટ્રેલર રજીસ્ટર નંબર- GH-12-BT-8721 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ટ્રક ટ્રેલર રજીસ્ટર નં. GJ-12-BT-8721 ના ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે અને બેફીકરાઇ રીતે ચલાવી સામેથી આવતા હરેશ ઠુંગાના મોટર સાયકલ હીરો સ્પલેન્ડર પ્લસ રજી.નં. GJ-36-AD- 6568 વાળાને સામેથી ઠોકર મારી હડફેટે લેતા ટ્રક સાથે અથડાતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા હરેશ ઠુંગાનુ મોત નિપજ્યું હતું. બનાવ અંગે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.