મોરબી જિલ્લા બહુજન સમાજ પાર્ટી દ્વારા ગૃહમંત્રી વિરુદ્ધ કલેકટરને આવેદન
મોરબી: ચાલુ શિયાળું સત્ર દરમિયાન રાજ્ય સભામાં ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય ગ્રહ મંત્રી અમિત શાહ દ્વારા બંધારણના ઘડવૈયા ભારત રત ડો.બાબા સાહેબ આંબેડકરજી વિશે અશોભનીય ટિપ્પણી કરવાના વિરોધમાં આજે મોરબી જીલ્લા બહુજન સમાજ પાર્ટી તરફથી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
મોરબી જિલ્લા બહુજન સમાજ પાર્ટી દ્વારા મોરબી જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ચાલુ શિયાળુ સત્ર દરમિયાન ભારતીય બંધારણના ઘડવૈયા પરમ પૂજ્ય ડૉ. બાબા સાહેબ આંબેડકરને “આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર એક ફેશન બની ગઈ છે “જેવા અવમાનીત શબ્દોનો પ્રયોગ કરવામા આવ્યો હતો. જેથી ભારત ભરમાં ડૉ. બાબા સાહેબના કરોડો અનુયાયીઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. જેથી તેના વિરોધમાં આજે મોરબી જીલ્લા બહુજન સમાજ પાર્ટી દ્વારા કલેકટરને આવેદન પત્ર આપી, સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતુ. જેમાં બહુજન સમાજ પાર્ટીના હોદેદારો, બસપા સમર્થકો અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગનાં લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.