Wednesday, December 25, 2024

મોરબીમાં શિવાની સીઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ-તખ્તસિંહજી રોડ પર અવર જવર અંગે જાહેરનામું પ્રસિદ્ધ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી નગરપાલિકા દ્વારા શિવાની સીઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ (તખ્તસિંહજી) રોડ નવો બનાવવાનો હોય આ રોડ પરના વાહન વ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવા અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.જે.ખાચર, મોરબી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જાહેરનામામાં જણાવ્યા અનુસાર, આ રૂટ પર નવો રોડ બનાવવાની કામગીરી કરવા માટે વાહનોની આવન- જાવન પર આગામી તારીખ ૧૯/૦૧/૨૦૨૫ સુધી અથવા તો આ કામગીરી વહેલી પુર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. જેમાં વૈકલ્પિક રોડ તરીકે અત્રે જણાવેલા વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી શકાશે.

(૧) ટુ-વ્હીલર- ફોર-વ્હીલર માટે પુનમ કેસેટ- વિજય ટોકીઝ- જુના બસ સ્ટેશન- મચ્છીપીઠ રોડ- આસ્વાદ પાન- જડેશ્વર મંદિર- રેલ્વે સ્ટેશન રોડ તરફ જઇ શકાશે.

(૨) ટુ-વ્હીલર- ફોર-વ્હીલર માટે પુનમ કેસેટ- વિજય ટોકીઝ- જુના બસ સ્ટેશન- અયોધ્યાપુરી રોડ- આસ્વાદ પાન- જડેશ્વર મંદિર- રેલ્વે સ્ટેશન રોડ તરફ જઇ શકાશે.

(૩) ટુ-વ્હીલર- ફોર-વ્હીલર માટે વિજય ટોકીઝ- સૌરાષ્ટ્ર હેર ડ્રેસર- નવા ડેલા રોડ- જુના બસ સ્ટેશન- મચ્છીપીઠ રોડ- અયોધ્યાપુરી રોડ- આસ્વાદ પાન- જડેશ્વર મંદિર- રેલ્વે સ્ટેશન રોડ તરફ જઈ શકાશે.

ઉક્ત પ્રતિબંધાત્મક જાહેરનામાંનો ભંગ કરનારી વ્યક્તિને ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ ની કલમ- ૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર