મોરબીની ખારીવાડી ક્લસ્ટરનું ગૌરવ કલાઉત્સવમાં ઝોનથી રાજ્યકક્ષાએ બળાઓએ નંબર પ્રાપ્ત કર્યો
કલા ઉત્સવમાં કાવ્ય લેખન પઠન અને ચિત્ર સ્પર્ધામાં બાળાઓ ઝોનથી રાજ્યકક્ષાએ ઝળકી
જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા દર વર્ષે બાળકોમાં રહેલી શૂષુપ્ત શક્તિઓ જેવી કે ચિત્ર,કાવ્ય લેખન પઠન,ગાયન અને વાદન જેવી કલાઓ બહાર આવે એ માટે કલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે,એ અન્વયે યક્ષ બૉતેર જૈન મંદિર માધાપર ભુજ ખાતે ઝોન કક્ષાના કલા ઉત્સવ યોજાયો.
જેમાં મોરબી,સુરેન્દ્રનગર, કચ્છ સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ જિલ્લાના ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, સ્પર્ધકોએ સુંદર મજાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જે પૈકી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળા હેન્સી દિલીપભાઈ પરમારે કાવ્ય પઠન લેખનમાં ઝોન કક્ષાએ પ્રીતિનિધિત્વ કર્યું તેમજ ખારીવાડી શાળાની બાળા દર્શના ડાભીનો ચિત્ર સ્પર્ધામાં ઝોન કક્ષાએ સર્વોત્તમ દેખાવ કરી વિજેતા થયેલ હોય હવે રાજયકક્ષાના કલા ઉત્સવમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે,આ કલા ઉત્સવનું માનનીય કમલેશ મોતા સર પ્રચાર્ય જિલ્લા શિક્ષણ તાલીમ ભવન – કચ્છ અને જિલ્લા શિક્ષણાધિકારી – મોરબી દ્વારા સુંદર અને સુચારુ આયોજન કરેલ હતું.જેમાં મોરબીના ખારીવાડી સીઆરસીની બળાઓએ ઝોન અને રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી સર્વોત્તમ દેખાવ કરી રાજ્યકક્ષાના કલા ઉત્સવમાં પસંદ થવા બદલ જિલ્લાના શિક્ષણના અધિકારીઓએ બાળાઓને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવેલ છે.આ કલા ઉત્સવને સફળ બનાવવામાં ડાયટ-ભુજ દ્વારા ખુબજ જહેમત ઉઠાવવામાં આવી હતી.