મોરબી શનાળા રોડ પરથી સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું
મોરબી સિટી એ ડીવીઝન પોલીસે દરોડા પાડી મોરબી શનાળા રોડ પર ધર્મેન્દ્ર પ્લાઝામા ત્રીજા માળે સ્કાયવલ્ડ સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડ્યું છે. તેમજ આરોપી સ્પા સંચાલકની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ મોરબી શનાળા રોડ પર ધર્મેન્દ્ર પ્લાઝામા ત્રીજા માળે સ્કાયવલ્ડ સ્પામાં દેહવ્યપારના લાયસન્સ વગર બહારથી મહિલાઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સાધન/સગવડો પુરી પાડી કુટણખાનું ચલાવી રેઇડ દરમયાન રોકડ રૂ.૮૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કિં.રૂ.૫૦૦૦/- મળી કુલ રૂ.૧૩૦૦૦/– સાથે રેઇડ દરમ્યાન સ્પા સંચાલક આરોપી સંજયભાઈ આપાભાઈ ગરચર (ઉ.વ.૪૨) રહે. મોરબી લીલાપર રોડ ઓમકાર રેસીડેન્સી બ્લોક નં -૨૦૪ મોરબીવાળાની સિટી એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.