મોરબીના મહાવીરનગરમા આધેડ પર છરી વડે હુમલો
મોરબીના મહાવીરનગર સોસાયટીમાં રહેતા આધેડનો દિકરો આરોપીનિ સાસુના ઘરે ઉલીયા બનાવવા જતો હોય જે આરોપીને સારૂ નહી લાગતા આરોપીએ આધેડને છરી વડે ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી કંડલા બાયપાસ રોડ પર મહાવીરનગરમા કામધેનુ પાછળ રહેતા બાબુભાઈ ભગવાનજીભાઈ પરમાર (ઉ.વ.૪૫) એ આરોપી લાલજીભાઇ શાંતિભાઈ પરમાર રહે. વજેપર શેરી નં -૧૧ તા. જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનો દિકરો આરોપીના સાસુ લખમીબેનના ઘરે ઉલીયા બનાવવા જતો હોય જે આરોપીને સારૂ નહી લાગતા આરોપીએ ફરીયાદીના ઘરે જઈ ફરીયાદીને છરી વડે છરીનો એક ઘા મારી ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.