મોરબીમાં યુવક પર એક શખ્સનો છરી વડે હુમલો
મોરબીમા રહેતા યુવકની પત્ની સાથે આરોપીને આડા સંબંધ હોવાની અફવા ફેલાયેલ હોય જેથી આરોપીને સમજાવવા જતા આરોપીએ યુવકને છરી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીમા રહેતા કાનજીભાઇ શંકરભાઈ સોનગરા (ઉ.વ.૩૩) એ આરોપી બાબુભાઈ ભગવાનજીભાઈ પરમાર વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પત્ની સાથે આરોપીને આડા સંબંધ હોવાની અફવા ફેલાયેલ હોય જેથી આરોપીને સમજાવવા જતા આરોપીએ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી છરી વડે ફરીયાદીને ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.