Tuesday, December 24, 2024

ચકિયા હનુમાન થી અવની ચોકડી સુધી રોડ પરના દબાણો દૂર કરવા રજુઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના ચકિયા હનુમાન થી અવની ચોકડી સુધી ચાલતા રોડના કામ પર દબાણ દૂર કરવા તથા અનિધિકૃત ઓટલા તથા સિમેન્ટ લોખંડના પતરા હટાવવા બાબતે અવની ચોકડી તથા આસપાસની સોસાયટીના રહીશો દ્વારા મોરબી પાલિકાના ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી માંગ કરી છે.

મોરબીની અવની ચોકડી સોસાયટીના રહીશો દ્વારા પાલિકા ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી જણાવ્યું છે કે મોરબી નગરપાલીકા વિસ્તારનાં વોર્ડ નં-૧૦ માં આવેલ અવની ચોકડી પાસે રોડ ઉપર બનાવવામાં આવેલ ગેરકાયદેસર દુકાનોની પાસે તેના ૦૨ ફુટના ઓટલા ઉપરાંત ૦૬ ફુટનાં વધારાનાં ઓટલા તેમજ છાપરા રોડની બહાર કાઢવામાં આવેલ છે, તે ઉપરાંત તે દુકાનોના ગ્રાહકોનાં વાહન પાર્કીંગ પણ ૦૬ ફુટના ઓટલાથી આગળ ૦૪ ફુટ સુધી કરવામા આવતુ હોવાથી રાહદારી રસ્તો એકદમ સાકડો બની જતો હોવાથી વારંવાર ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે અને ત્યાથી પસાર થતા રાહદારીઓને જીવના જોખમે સાકડા રસ્તા ઉપરથી પસાર થવુ પડે છે. આ ગેરકાયદે દબાણના કારણે અકસ્માતનાં બનાવો પણ બને છે. જેથી અવની ચોકડીની આજુબાજુની સોસાયટીના રહીશોને આ અનિધકૃત ઓટલા તથા છાપરા ના કારણે ઘણી બધી તકલીફનો સામનો કરવો પડે છે.

તેમજ અવની ચોકડી થી ચકિયા હનુમાન સાઈડ પર અમુક જગ્યાના દબાણના કારણે રોડને ૨૫ ફૂટની જગ્યા મળતી નથી ખરેખર રોડ ૩૩ ફૂટ રોડ ખુલ્લો કરાવવા માટે પાલિકામાં અવાર- નવાર મૌખિક રજુઆતો તેમજ તારીખ ૦૧/૦૨/૨૦૨૪ તથા તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ લેખિત અરજીઓ કરેલ પણ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી જેથી વહેલી તકે આ દબાણો દૂર કરવા અવની ચોકડી સોસાયટીના રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર