મોરબીમાં કોઈ જ્વલનશીલ પદાર્થથી સળગી જતા વૃદ્ધનું મોત
મોરબીની ખારીવાડી પ્રાથમિક શાળાની નવી બિલ્ડીંગ પાછળ આવેલ બાથરૂમમાં કોઈ જ્વલનશીલ પદાર્થથી સળગી જતા અજાણ્યા વૃદ્ધ પુરુષનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ કોઈ અજાણ્યો પુરુષ ઉ.વ.આશરે ૭૦ વાળો કોઈ અગમ્ય કારણોસર ખારીવાડી પ્રાથમિક શાળાની નવી બિલ્ડીંગ પાછળ આવેલ બાથરૂમમાં કોઈ જ્વલનશીલ પદાર્થથી સળગી જતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.