જેતપર થી ચકમપરનો રોડ ખખડધજ હાલતમાં: ધારાસભ્ય ધ્યાન ન આપતા હોવાના આક્ષેપો
ચૂંટણી સમયે ડિઝાઇન બદલવાની વાતો કરતા કાંતિભાઈ લોકોના કામ કરવામાં ફરી એક વખત ઉણા ઉતર્યા છે
મોરબીના ચકમપર થી જેતપર ગામ જતો મુખ્ય રસ્તાની હાલત છેલ્લા ઘણા સમયથી છે અને ગ્રામજનોને ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે આ બાબતની અનેક વખત રજૂઆતો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજ દિવસ સુધી આ રોડ નું રીપેરીંગ કામ થયું નથી.
ત્યારે જેતપર – ચકમપર ગામનો જો ફક્ત આ ૩ કિલોમીટર નો રોડ પણ વર્ષો સુધી રીપેરીંગ ના કરી શકતા હોય તો આ ધારાસભ્ય કઈ ડિઝાઇન બદલવાની વાતો ચૂંટણી સમયે કરતા હતા તેવા સવાલો ઉઠ્યા છે.
આ રોડ જલ્દી થી જલ્દી રીપેરીંગ કરવામાં આવે અને લોકોને પડતી તકલીફ માંથી મુક્તિ મળે તેવી માંગ હાલ ચકમપરના ગ્રામજનો કરી રહ્યા છે.