ડબ્લ્યુએચઓએ કોરોના સંદર્ભે ચીનને ક્લિનચીટ આપી દીધી હોવા છતાં, વિશ્વભરના વૈજ્ઞાનિકોના જૂથે કોરોનની ઉત્પત્તિ વિશે તપાસ કરવાની કોશિશ કરી છે. યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના 24 વૈજ્ઞાનિકોએ એક ખુલ્લો પત્ર લખીને વ્યાપક તપાસ પૂર્ણ કરવા માટે લેવામાં આવેલા પગલાઓનું વિશ્લેષણ કર્યું છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, શ્રેષ્ઠ સંસાધનોની મદદથી વાયરસના મૂળને શોધી કાઢવાનો હેતુ કોઈ એક દેશને દોષ આપવાનો નથી. તેનો હેતુ એ છે કે આ દુર્ઘટના કેવી રીતે શરૂ થઈ તે શોધવા માટેનો છે. જેથી આપણે બધા દેશો અને લોકોના હિત માટે આપણી પ્રાથમિકતાઓ નક્કી કરીને આપણી ખામીઓને દૂર કરી શકીએ. તેથી, અમે વાયરસની ઉત્પત્તિ વિશે કોઈ કસર છોડવા માંગતા નથી. ડબ્લ્યુએચઓનાં રિપોર્ટમાં તે અહેવાલની ટીકા થઈ છે જેમાં સંવેદનશીલ રેકોર્ડ્સ અને જૈવિક નમૂનાઓ જેનાથી રોગચાળાના ઉત્પત્તિ વિશેની મહત્વપૂર્ણ માહિતી મળી શકે તે દુર્ગમ છે.