મોરબીના રાજપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો; 36 યુનીટ બ્લડનુ કલેક્શન કરાયું
મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ સાહેબ મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પવનકુમાર શ્રીવાસ્તવનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી મોરબી તેમજ GMERS મેડીકલ કોલેજ મોરબીની ટીમ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપરના સહયોગ થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપર ખાતે આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બ્લડ ડોનેશન કેમ્પને જિલ્લા પંચાયત મોરબીના સદસ્ય નયનભાઈ અઘારા, રાજપર ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ મારવાણીયા, તેમજ ઉપસરપંચ દ્વારા દિપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને આ પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કરેલ અને લોકોને બહોળી માત્રામાં આ કેમ્પમાં રક્તદાન કરવા માટે અનુરોધ કર્યો હતો.
આ કેમ્પમાં રાજપર ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવેલ કુલ ૩૬ યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવેલ છે અને આ કેમ્પને સફળ બનાવવા માટે જીલ્લા પંચાયત આરોગ્ય શાખાના RCH ઓફિસર ડૉ સંજય શાહ, એપેડેમીક મેડીકલ ઓફિસર ડો ડી વી બાવરવા,જીલ્લા આઈ.ઈ.સી. અધીકારી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો રાહુલ કોટડીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો હીરલબેન સનારીયા, લેબ. ટેક. સેતાભાઈ, મોરબી તાલુકા હેલ્થ સુપરવાઈઝર સૈલેશભાઈ પારેજીયા, તેમજ પ્રા.આ.કેન્દ્ર રાજપરના આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવેલ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.