મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી 27 ડિસેમ્બરના મળશે
ઉક્ત બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા હાથ ધરાશે
મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તારીખ ૨૭/૧૨/૨૦૨૪ ના રોજ સવારના ૧૦:૩૦ કલાકથી બપોરના ૦૧:૩૦ કલાક દરમિયાન કલેકટર કચેરી, મોરબીના સભાખંડમાં યોજાશે. તારીખ ૨૦/૧૨/૨૦૨૪ ના રોજ આયોજિત ઉક્ત બેઠક અનિવાર્ય કારણોસર મોકુફ રાખવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લાના તમામ પદાધિકારીઓ, અધિકારીગણ અને સભ્યો હાજર રહે છે.
આ બેઠકમાં સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો, સ્વાગત પોર્ટલના પ્રશ્નો તેમજ બેઠક દરમિયાન રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે. તેમ નિવાસી અધિક કલેક્ટર એસ.જે.ખાચર, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.