Thursday, December 26, 2024

હળવદ તાલુકામાંથી પાંચ બોગસ તબીબ ઝડપાયાં 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના અલગ અલગ ગામડામાં સરકારી લાયસન્સ વગર કલીનીક ચલાવતા પાંચ બોગસ ર્ડોકટરને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

હળવદ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી હળવદ તાલુકામાં અલગ અલગ ગામડામાં ડોકટરની ગુજરાત સરકાર માન્ય લાયસન્સ કે ડિગ્રી ધરાવ્યા વગર પોતાનું પ્રાઇવેટ કલીનીક ખોલી એલોપેથી દવા આપવાની કોઇ ડીગ્રી નહી હોવા છતા બીમાર દર્દીઓની એલોપેથી દવા આપી ખોટી રીતે સારવાર કરી સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા પાંચ બોગસ ડોક્ટરો સંદિપભાઇ મનુભાઇ પટેલ રહે. રૂકમણી સોસાયટી સરા રોડ હળવદ (દવાખાનું લીલાપર ગામ ખાતે), વાસુદેવભાઇ કાંતીભાઈ પટેલ રહે. હાલ સુંદરભવાની મુળ રહે. બેચરાજી (દવાખાનું સુંદરી ભવાની ખાતે), પરીમલભાઈ ધિરેનભાઈ બાલા રહે. હાલ રણમલપુર હળવદ મુળ રહે. અશોકનગર બિલાસપુર (દવાખાનું રણમલપુર ગામ ખાતે), પંચાનન ખુદીરામ ધરામી રહે. હાલ રાયસંગપુર હળવદ મુળ રહે. ગુપ્તા કોલોની તપીલીભીતી (દવાખાનું રાયસંગપુર ગામ ખાતે) અને અનુજ ખુદીરામ ધરામી રહે. હાલ ઢવાણા હળવદ મુળ રહે. ગુપ્તા કોલોની પીલીભીતી (દવાખાનું ઢવાણા ગામ ખાતે) વાળાને પકડેલ છે અને તેની પાસેથી અલગ અલગ કંપનીની રૂ. 51,567 ની ટેબ્લેટ વિગેરે કબજે કરી આરોપીઓ વિરુદ્ધ ગુજરાત મેડીકલ પેકટીશ્નર એકટ મુજબ અલગ અલગ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર