મોરબી: તા. ૨૭/૧૧/૨૦૨૪ થી તા. ૦૬/૧૨/૨૦૨૪ સુધી હોંગકોંગ મુકામે ટેકવોન્ડો રમતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં ૧ર૦૦ જેટલા આંતરરાષ્ટ્રીય સ્પર્ધકો એ ભાગ લીધેલ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગુજરાત સરકારે મોરબીમાં આવેલ નવજીવન વિધાલય તથા ન્યુ એરા સ્કૂલ ના 3 વિધાર્થીઑની પસંદગી કરેલ.
જેમાં પસંદગી થયેલ ત્રણેય વિધાર્થીઓએ પોતાની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી મોરબીને ટેકવોન્ડોની રમતમાં આંતરરાષ્ટ્રીય ઓળખ સાથે મોરબીનું ગૌરવ વધારેલ છે. જેથી શાળા સંચાલક હાર્દિકભાઈ પાડલિયા તથા મોરબી જિલ્લાના રમત વિકાસ અધિકારી રવિભાઈ ચૌહાણ સાથે તથા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ડી.બી. પાડલિયા એ આ ત્રણેય બાળકોને રૂબરૂ મળી પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા છે.
મોરબી સીરામીક ઉધોગના વેપારીઓના ફસાયેલા રૂ.૧૯ કરોડથી વધુ નાણા પરત કરી SIT એ વેપારીઓનો વિશ્વાસ જીત્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ઉદ્યોગકારોને સુરક્ષિત અને સલામત વાતાવરણ મળી રહ્યુ છે. ત્યારે સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવતી મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીમાં ઉદ્યોગકારોને વિશ્વાસમાં લઈને થતી છેતરપિંડી અટકાવવા તથા ફસાયેલા નાણાં પરત અપાવવા સહિતની...
મોરબીમાં સોશિયલ મીડિયા પર ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના નામે નોકરીની લાલચ આપતા ફોટા બનાવી ને લોકોને છેતરવામાં આવતા હોય તેવો ઘાટ સર્જાયો છે.ઘરે થી બેઠા બેઠા કામગીરી કરી શકે તેવા લોકોની જરૂર હોય તેવું કરવામાં આવ્યું છે લખાણ.
મળતી માહિતી મુજબ મોરબીમાં છેતરપીંડીનો નવો કિમીયો...
મોરબીના ભરતનગર ખાતે બજરંગ સોસાયટીમાં સુરાણી પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં સુરાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ મોક્ષ જ્ઞાનગંગાનો પ્રારંભ તા. ૨૧ ડીસેમ્બર શનીવાર થી થશે. અને આગામી તા. ૨૭ ડિસેમ્બરને શુક્રવાર ના રોજ કથાની પૂર્ણાહુતિ થશે. જેમાં મોરબીના ભરતનગર ખાતે બજરંગ સોસાયટીમાં દરરોજ બપોરે...