ટંકારાના બંગાવડી ગામેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર
ટંકારા તાલુકાના બંગાવડી ગામની સીમમાં બંગાવડી ડેમની બાજુમાં આવેલ પાણી પુરવઠાના જુના પડતર ક્વાર્ટરમાંથી ઈંગ્લીશ દારૂની ૪૬૫ બોટલો ટંકારા પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા ફરાર દર્શાવી તપાસ હાથ ધરી છે.
ટંકારા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે રાજેન્દ્રસિંહ મયુરધ્વજસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ જાડેજા રહે. બંગાવડી તા.ટંકારા જી.મોરબી વાળાએ બંગાવડી ડેમની બાજુમાં આવેલ પાણી પુરવઠાના જુના પડતર કવાર્ટરમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે. અને તેની આજુબાજુમાં બેસી ઇંગ્લીશ દારૂનુ છુટકમાં વેચાણ કરે છે. તેવી બાતમી મળેલ હોય જે બાતમીના આધારે રેઇડ કરતા ઇસમ હાજર મળી આવેલ નહી જે જગ્યાએથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૪૬૫ કિં.રૂ. ૨,૬૦,૮૬૫ નો મુદ્દામાલ મળી આવતા ઇસમ સામે પ્રોહીબીશન ધારા તળે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.