મોરબી: સસ્તા અનાજની દુકાનોનો યોગ્ય નિર્ણય લાવવા બાબતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને રજૂઆત
સરકાર દ્વારા જે સસ્તા અનાજની દુકાનો ચલાવવામાં આવે છે તેમા ગરીબી રેખા હેઠળ આવતા રેશનકાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવે છે જે આવકારા દાયક છે પરંતુ જે સરકારનો હેતુ છે તે પ્રમાણે ચાલતુ નથી અને ગ્રાહકને સમયસર રાશન મળતુ નથી જેથી રાશનકાર્ડ ધારકો ત્રાહીમામ પોકારી ગયા છે જેથી આ બાબતે યોગ્ય નિર્ણય લાવવા મોરબીના જાગૃત નાગરિક પી.પી. જોષીએ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગરમાં લેખિત રજૂઆત કરી જણાવ્યું છે.
મોરબીના જાગૃત નાગરિક પી.પી. જોષીએ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ નિયામક ગાંધીનગર તથા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે સરકાર તરફથી ગરીબી રેખા હેઠળ આવતા રેશનકાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવે છે જે આવકારા દાયક છે પરંતુ જે સરકારનો હેતુ છે તે પ્રમાણે ચાલતુ નથી અને ગ્રાહકને સમયસર રાશન મળતુ નથી જેની અવાર-નવાર ફરીયાદો થયેલ અને રાશનકાર્ડ ધારકો ત્રાહીમામ પોકારી ગયેલ છે અને તેને ખુલ્લા બજારમાંથી ના છુટકે જથ્થો ખરીદ કરવો પડે છે અને સરકાર કરોડો રૂપીયા નો ખર્ચ કરે છે જેતે પુરવઠા ખાતાના અધિકારી તથા દુકાનદારો વચ્ચે પ્રજા હેરાન થાય છે અને અવાર-નવાર ધકા થાય છે
તો આવી દુકાનો કોઈ સંસ્થા ટ્રસ્ટ અથવા ગ્રામ પંચાયતને આ અનાજનુ વિતરણ કરવા આપવું જોઈએ ઘણી સંસ્થા તથા ટ્રસ્ટ એવા છે કે સામાજીક કામમા તેમનો સિંહ ફાળો હોય છે જે આમાથી મળતુ કમીશન જે સામાજીક કામમા વાપરી શકે અથવા અન્ય રાજયમાં ચાલતી ડી.બીટી યોજના દાખલ કરવી જોઈએ જે રાશનકાર્ડ ધારકના બેંક ખાતામાં સીધા નાણા જમા થઈ શકે અને સરકારને પણ ફાયદો થાય તેમ છે અને ટ્રાન્સપોર્ટીંગ ખર્ચ આની પાછળ રોકાયેલ કર્મચારીને પણ અન્યા ખાલી જગ્યાએ સમાવેશ થઈ શકે તેમજ વધુમાં જણાવવાનું કે સસ્તા અનાજના દુકાનદારો ની માંગણી સંતોષામા આવતી નથી જેથી તેનેપણ ના છુટકે હળતાલ નો આશરો લેવો પડે છે અને ગરીબ પ્રજા હેરાન થાય છે અને સરકારે ખર્ચેલ કરોડો રૂપીયા એળે જાય છે તો આ બાબતે તમામ પાસાઓ વિચારીને વહેલી તકે યોગ્ય નિર્ણય કરવા રજુઆત કરી હતી.