મોરબીની કમ નશીબી છે કે આવા ધારાસભ્ય મળ્યા: કાંતિભાઈ માળિયા શહેર અને મોરબી શહેર માટે કંઈ મોટી યોજના લાવ્યા?
હમણાં મોરબી ભાજપના બે નેતાઓએ એક બીજા પર આરોપ પ્રતીઆરોપ કરી એક બીજા ની કામગીરી પર સવાલો ઉભા કર્યા હતા
ત્યારે સૌ પ્રથમ જિલ્લા પંચાયત નાં ચેરમેને ભાજપના જ ધારાસભ્ય ની વાત કરતા કહ્યું હતું કે મોરબીની કમ નશિબી છે કે આવા ધારાસભ્ય મોરબીને મળ્યા ત્યારે મોરબીનાં લોકોએ પણ ક્યાંક આ વાત સાથે સહમત હોઈ તેવી વાતો સામે આવી છે.
કાંતિભાઈ છેલ્લા 30 જેટલા વર્ષથી ધારાસભ્ય છે તો તેમને મોરબી શહેર કે માળિયા શહેર માટે કંઈ એવી મોટી યોજના લાવી કે તેમને સાબાસી આપી શકાય ? લોકોની વાત માનીએ તો માળિયા શહેર ની હાલત જે 30 વર્ષ પહેલાં જે હતી તેવી જ આજે છે કેમ કે ત્યાં નાતો કોઈ એવી સારી સગવડ હોસ્પિટલની છે કે નાતો શિક્ષણ ની બાગ બગીચાની તો વાત જ દૂર છે સવાલો એ પણ છેકે માળિયા મીઠા ઉદ્યોગ ને ફાયદો થાય તેવી કોઈ યોજના આજ દિવસ સુધી માં કેમ કાંતિભાઈ લાવ્યા નહિ
તો મોરબીની શહેરની પણ હાલત આજ પ્રકારની છે એને એજ રોડ એને એજ ટ્રાફિક અને રોડ પર રખડતા પશુઓ ની સમસ્યા 30 વર્ષ પહેલાં જે બાગ બગીચા હતા તે આજે ભંગાર હાલતમાં અને દારૂડિયા નાં અડ્ડા બની ગયા છે લોકોને ફરવા લાયક એક સુવિધા અપાવી શક્યા નથી તે વાસ્તવિકતા છે.
મોરબીનાં ઘડિયાળ ઉદ્યોગના એપી સેન્ટર ગણાતા લાતી પ્લોટ વિસ્તાર ની પથારી ફેરવી નાખવામાં આવી છે કાંતિભાઈ એ આ બાબતે ક્યારેય વિચાર્યું કે તે વિસ્તારમાં ગયા પણ નહિ હોઈ તો વિકાસ કર્યાના બણગા કેમ ફૂંકી રહ્યા છે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે આજે પણ જ્યાં જોવો ત્યાં ગંદકી ઉભરાતી ગટરો ઉભા રોડ વહી રહી છે ચાહે નગરપાલિકાનો વોર્ડ હોઈ.
જેથી કાંતિભાઈ અમૃતિયાએ છેલ્લા 30 વર્ષમાં કંઈ એવી યોજના પોતાની તાકાત અને સુઝબુઝ થી લાવ્યા તેના પર મોરબીનાં લોકો પ્રશ્નો કરી રહ્યા છે અને કહી રહ્યા છેકે ખરે ખર મોરબીની કમ નશીબી છે કે આવા ધારાસભ્ય મોરબીને મળ્યા.