ભ્રષ્ટ અધિકારીને ચીલફીલ નમકીનના પોટેટો ચિપ્સ પેટમાં ગેસ કરાવાશે?
ટંકારા તાલુકાના લજાઈ ગામ ના લોકો હાલ દુર્ગંધ થી પીડાય છે અનેક વાર ચિલફીલ નમકીન વિરૂદ્ધ આવેદન પણ આપવામાં આવ્યા છે અને ભૂખ હડતાળ અને રસ્તા રોકો આંદોલનની ચીમકી પણ આપી છે
લજાઈ ગામ વચ્ચે આવેલી ચિલફીલ નમકીન ના કારણે બાજુમાં આવેલા રહેવાસીઓ નું જીવન નર્કાગાર બની ગયું તેનું કારણ ભૂતકાળના જીપીસીબી ના ભ્રષ્ટ અધિકારીઓ છે ગામ સર્વે નંબર ૩૩૦ માં છે અને કંપની પણ સર્વે નં ૩૩૦ માં છે જયારે મજૂરી માટે ઇન્પેક્શન ચાલુ હતું ત્યારે પણ ગામ લોકોએ વિરોધ કરીયો હતો
ગામલોકોની રાજુવાત પ્રમાણે એટલી દુર્ગંધ આવે છે કે રાતે સૂવું મુશ્કેલ બની જાય છે,અતિ દુર્ગંધ ને કારણે માનસિક તનાવ રહે છે અને બાજુમાં આવેલી આંગણવાડી ના બાળકો ઉપર પણ ગંભીર અસર પડે છે, ગામની મહિલાઓ એ અનેક વાર કંપની માં જઈ રણચંડી બની દેકારો પણ કરિયો હતો
જીપીસીબી ના નિયમ પ્રમાણે કોઈ પણ પ્રદૂષણ ની કેટેગરી મુજબ રહેણાક સ્કૂલ કૉલેજ કે ગામ થી અંતર માટે ચોક્કસ સાઇટિંગ ક્રાઈટએરિયા બનાવ્યા છે જેમાં ચિલફીલ જેવી ઓરેન્જ કેટેગરી ની કંપની ગામ અને રહેણાક થી ૨૦૦ મીટર દૂર હોવી જોઇએ, પરંતુ અમુક ભ્રષ્ટ અધિકારી દ્વારા પટેટો ચિપ્સ ચાખી ને ગેરકાયદેસર મજૂરી આપી દીધી છે ગામ છેલ્લા ૨૦ વર્ષ થી અને કંપની ને મજૂરી ૨૦૨૧ માં આપેલી છે.
ગામ લોકો હવે લડી લેવાના મૂડ માં હોઈ એમ તા ૨૫/૧૧/૨૪ ના રોજ જીપીસીબી ચેરમેન અને તમામ અધિકારી ને ૧૦ દિવસ માં જો ગેરકાયેદસર આપેલી મંજૂરી રદ નહિ કરવા માં આવે તો હાઇકોર્ટ માં PIL દાખલ કરવાની ચીમકી આપી છે અને હાલ PIL ફાઈલની તૈયારી પણ ચાલુ છે.
જો આ બાબત હાઇકોર્ટ ના ચીફ જસ્ટિસ પાસે જસે તો કેટલાય ના તપેલા ચડી જશે એ નક્કી નહિ