મોરબી પોલીસનો ભ્રષ્ટાચાર ગુપ્ત રોગ જોવો: વધુ એક પીએસઆઈની બદલી
એલસીબીના વધુ એક પી એસ આઈ ભોચિયા લીવ રિઝર્વ માં તો પીઆઇ પંડ્યા પર કાર્યવાહી કિયારે…? પહેલી જવાબદારી કોની પીઆઈ કે પછી પી એસ આઈની ? તે ચર્ચા નો વિષય
હમણાં તાજેતર મા કમ્ફોરર્ટ રિસોર્ટ માં જુગાર રેડ માં તોડકાંડ બાદ ટંકારા ના પીઆઇ ગોહીલ અને એક કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કર્યા બાદ મોડી રાતે કોલસા ચોરી કૌભાંડ ના ગેરકાયેદસર ધંધા ઉપર SMC ત્રાટકી હતી અને એજ દિવસે દારૂ નો પણ ગેરકાયદે જથ્થો પકડયો હતો
જાણે પોલીસ ને કોઈ ડર જ ન હોઈ એમ SMC એ કરેલી રેડ માં કોલસા ની હેરફેર ની ઇન્ક્વાયારી માટે અમુક કાયદેસર ના કોલસા વાળા પાસે નામ ખુલશે તેવી દાટી મારી અમુક તોડબજો દ્વારા પણ તોળ કરાયા ની ચર્ચા એ જોર પકડયુ હતું
ત્યાર બાદ મોરબી LCB પીએસઆઇ ભોચિયા ને લિવ રિઝર્વ માં મુકાયા છે , હાલ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ કેસ માં પણ ટંકારા વારી થવાના પુરે પુરે એંધાણ છે
મોરબી પોલીસ અધીક્ષક હાલ સંપુર્ણ નિસ્ફળ ગયા છે જેથી અમુક તેના માનીતા પીઆઇ મોરબી ચલાવી રહ્યા છે જેથી છાશવારે SMC ને મોરબી આવું પડે છે મોરબીના લોકો ને હવે મોરબી પોલીસ પર ભરોસો રહ્યો નથી
હાલ લોકોની ફરિયાદ લેવામાં આવતી નથી ખુદ પોલીસ જ બે નંબરના ધંધામાં ભાગીદાર હોઈ છે લોકોએ ચૂંટેલા પ્રતિદિન ની વેલ્યુ બે કોડી ની થઈ ગય છે લોકો ને સરકાર વ્યવસ્થા પર ભરસો રહ્યો નથી ચાહે વ્યાજખોરો હોઈ કે દારૂ નો વિષય હોઈ
જો ફકત મોરબી જિલ્લા માં અત્યાર સુધી થયેલ પોલીસ અરજી ની તપાસ ગાંધીનગર ની ટીમ આવી ને કરે તો અનેક પોલીસ અધિકારીઓ ને લીવ રિઝર્વ માં મૂકવાની સ્થિતિ ઊભી થાય.
હવે લોકોએ પણ પોલીસ કરતા ગુંડાઓ અને અસામાજિક તત્વો સાથે સમાધાન અને સહન કરી લેવામાં જ માલ છે તે રીતે ગળે ગાંઠ વાળી લીધી છે.
અગાઉ દારૂની ફેક્ટરી smc એ પકડી ત્યારે ત્યાર નાં એલસીબી પીઆઈ અને તાલુકા પીઆઈ પર મોટી કાર્યવાહી થઈ હતી તો આટ આટલી smc ની રેડ બાદ એલસીબી પીઆઇ કે તાલુકા પીઆઈ પર કાર્યવાહી કેમ નહિ તે પણ સમજવા જેવો વિષય મોરબીનાં છે.