મોરબીમાં હાર્ટ એટેકથી આધેડનું મોત
મોરબીના વાવડી રોડ પર પ્રભુનગરમા રહેતા આધેડનું હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર પ્રભુનગરમા રહેતા ભગવાનભાઈ નાનજીભાઈ સોનગરા (ઉ.વ.૪૯) નામના આધેડ પોતાના ઘરે બાથરૂમમાં ન્હાવા માટે ગયેલ હોય ત્યારે હાર્ટ એટેકનો હુમલો આવી જતા સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.