Monday, January 13, 2025

મોરબી સહિત 9 નગરપાલિકાને મહાપાલિકાનો દરજ્જો અપાશે: ૨૫મીએ જાહેરાતની શક્યતા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી,નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, પોરબંદર, આણંદ હવે ‘મહાનગરપાલિકા’ બનશે

ગુજરાતમાં ‘એ ‘ વર્ગ ધરાવતી નવેક નગરપાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો અપાશે આ કારણોસર રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યામાં ય વધારો થશે. રાજ્ય સરકાર તા.૨૫મી ’ડિસેમ્બરે સુશાસન દિવસ ઉજવવા જઇ રહી છે. આ દિવસે નવ પાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર કરવા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. પાલિકાઓને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો આપી રાજ્ય સરકાર ગુજરાતીઓને નવા વર્ષની ભેટ આપવા જઈ રહી છે તેવું જાણવા મળી રહ્યું છે.

વિધાનસભામાં રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ રજૂ કર્યુ ત્યારે જાહેરાત કરા હતીકે, સાત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવાશે જેના ભાગરુપે નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર અને આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવા રાજ્ય સરકારે નક્કી કર્યુ છે. એક તરફ, ચૂંટણી પંચ પાલિકાની ચૂંટણીઓ યોજવા સજ્જ થઈ રહ્યુ છે ત્યારે બીજી તરફ, રાજ્ય સરકારે નવ પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા તૈયારીઓ આદરી છે. સૂત્રોના મતે, રાજ્યમાં ૮૫ પાલિકાઓની ચૂંટણીઓ યોજાવવાની હતી પણ નવ પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તો ઘણો બધો બદલાવ આવી શકે છે કેમકે, નવી મહાનગરપાલિકામાં જ અન્ય નગરપાલિકાને ભેળવી દેવાશે. આ જોતાં ૬૦ પાલિકાની ચૂંટણીઓ યોજાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે. આ બાજુ, ભૂપેન્દ્ર પટેલ સરકારને બે વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તા. ૨૫મી ડિસેમ્બરે સુસાશન દિવસ ઉજવવા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં ભીડ એકત્ર કરવા ભાજપના ધારાસભ્ય-સ્થાનિક નેતાઓને ટાર્ગેટ પણ અપાયોછે. આજ દિવસે નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર અને આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવા નક્કી કર્યુ છે ત્યારે આ જ વિસ્તારના ભાજપના ધારાસભ્ય-સ્થાનિક નેતાઓને ૩૫૦ લોકોને ગાંધીનગર લાવવા સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, આ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ સુસાશન દિવસ ઉજવવા આયોજન કરાયુ હતું પણ મુખ્યમંત્રીને અચાનક દિલ્હીનું તેડુ આવતા આખોય કાર્યક્રમ રદ કરાયો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર