મોરબીના અમરેલી ગામ નજીક બાયપાસ રોડ પર કારે બાઇકને હડફેટે લેતા દંપતી ખંડીત
મોરબીના અમરેલી ગામની સીમમાં નેક્ષસ સિનેમા સામે બાયપાસ રોડ પર કારે બાઇકને હડફેટે લેતા દંપતી ખંડીત થયુ હતું. જેમાં પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે રહેતા નિમીષભાઈ હરીશભાઈ માવદીયા (ઉ.વ.૨૩) એ આરોપી મારૂતિ સુઝુકી કંપનીની સ્વીફ્ટ કાર રજીસ્ટર નંબર -જીજે-૧૩-એમ. એમ-૫૮૯૭ ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળી મારૂતિ સુઝુકી કંપનીની સ્વીફ્ટ કાર રજીસ્ટર નંબર- GJ-13-AM-5897 વાળી રોડ ઉપર પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી કિશનભાઇ તથા તેની પત્નિ સાહેદ ચાંદનીબેન એમ બન્ને તેમનુ હોન્ડા કંપનીનુ એચપી શાઇન મોટરસાયકલ નંબર- GJ-36- AK-6435 વાળુ લઇને રોડની કટમાંથી રોડ ક્રોસ કરતા હતા ત્યારે હડફેટે લઇ રોડમા પછાડી દઇ શરીરે ગંભીર ઇજા થતા મોત નિપજાવી તથા ચાંદનીબેનને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.