મોરબીના જુનાં ઘુંટુ રોડ પરથી ટ્રેલરમા માટીની બોરીની આડમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતા એક ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના જુના ઘુંટુ રોડ ઉપરથી સીમ્પોલો સીરામીકના કવાર્ટર પાસેથી માટીની બોરીની આડમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલ ટ્રક/ટ્રેલરમાંથી ઇગ્લીશ દારૂનો જથ્થા સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફને સંયુકતરાહે બાતમી મળેલ કે, એક ટ્રેલર નં. RJ-03- GA-7734 નો ચાલક પોતાના કબ્જાવાળા ટ્રેલરમાં માટીની બોરીની આડમાં ઇંગ્લીશદારૂનો જથ્થો રાખી મોરબી તાલુકાના ઘૂંટ તરફથી મોરબી બાજુ આવનાર છે તેવી મળેલ બાતમીના આધારે જુના ઘુંટુ રોડ સીમ્પોલો સીરામીક ના કવાર્ટર પાસે વોચ તપાસમાં ગોઠવાયેલ દરમ્યાન બાતમીવાળી ટ્રક/ટ્રેઇલર રજીસ્ટર નં.-RJ-03-GA-7734 વાળી નીકળતા જેને ઉભુ રાખવા ઇશારો કરી ટ્રેઇલર ઉભુ રખાવી ટ્રક/ટ્રેઇલરના ઠાઠા માં જોતા માટીની બોરીઓ ભરેલ હોય જે બોરીઓની હટાવી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની કુલ અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૩૩૬ કીરૂ ૩,૧૭,૭૧૨/- તથા બીયર ટીન નંગ-૭૨ કિં.રૂ.૭૨૦૦/-તથા ટ્રેઇલર કિં.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧૩,૨૪,૯૧૨/- નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક ચાલક ઇસમ નિયાઝ ધીસાજી કાઠાત ઉવ-૨૩ રહે.મીયાપુરીયા મોતીજી કી ઢાણી પોસ્ટ-ચાંગ જી.પાલી રાજસ્થાનવાળા વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસ સબ ઇન્સપેકટર એસ.એસ. સગારકા ચલાવી રહેલ છે.