Monday, January 13, 2025

મોરબીના અણીયારી ગામની સીમમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના અણીયારી ગામની સીમમાં માળિયા – અમદાવાદ હાઇવે પાસે ગોવિંદભાઈ દેસાઈના ખેતરના શેઢા પાસે કોઈ અજાણ્યો શખ્સે યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાની યુવકની પત્નીએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ રાજસ્થાન રાજ્યના બાસવડા જીલ્લાના દદુકા ગામે રહેતા કુરીબેન સંજયભાઈ મહવઈ (ઉ.વ.૩૫) એ આરોપી અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પતિ સંજયભાઈ મોહનભાઈ મહવઈ ઉંમર આશરે ૩૫ થી ૪૦ વર્ષ રહે. દદુકા તા.ગળી જી.બાસવાડા રાજસ્થાનવાળાને કોઇ અજાણ્ય શખ્સોએ કોઇ કારણોસર તીક્ષણ હથિયારના ઘા મારી, ગંભીર ઇજા કરી મોત નીપજાવી હત્યા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર