મોરબીના નવલખી ફાટક નજીકથી 6 ચોરાવ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો
મોરબીના નવલખી ફાટક પાસેથી ચોરીના છ મોટરસાયકલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી ત્રિકોણબાગ માથી તેમજ તખ્તસિંહજી રોડ ઉપર થી અવાર નવાર ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે આરોપી મોરબી નવલખીરોડ ફાટક પાસે થી મળી આવતા મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનું જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા મોટરસાયકલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ચોરી થયેલ હોય અને આરોપીની સઘન પુછપરછ કરતા તેને આ સિવાય અન્ય પાંચ મોટરસાયકલ ચોરી કરેલ હોય અને તેને મોરબી નવલખી રોડ ઉપર બાવળની ઝાડીમા વેચવા સારૂ રાખી દીધેલ હોય જેથી તે જગ્યએથી મોટરસાયકલો મળી આવતા વિમલભાઇ રમણીકગીરી મેઘનાથી ઉ.વ.૩૦ રહે.મોરબી સામાકાંઠે એસ્સાર પંપની પાછળ નિલકંઠ સોસાયટી મુળ રહે.નાની વાવડી તા.ધોરાજી જી.રાજકોટવાળાને ઝડપી પાડી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુન્હા ડીટેકટ કરવામા આવેલ છે.